ચીને પાછો UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતના આ શક્તિશાળી મિત્ર દેશે કર્યો વિરોધ 

ચીન (China)  પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે.

ચીને પાછો UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતના આ શક્તિશાળી મિત્ર દેશે કર્યો વિરોધ 

નવી દિલ્હી: ચીન (China)  પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે. ચીનની માગણીને UNSCમાં સ્વીકારી લેવાઈ છે. જો કે ફ્રાન્સે (France) ચીનના આ પગલાંનો વિરોધ કર્યો છે. ફ્રાન્સનું કહેવું છે કે આ મુદ્દે દ્વિપક્ષીય સ્તર પર ઉકેલાવવો જોઈએ. ભારત આ મામલે બાજ નજર રાખી રહ્યું છે. 

ચીનના મનસૂબા નિષ્ફળ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે UNSCમાં અનેક સભ્ય દેશો આ પ્રસ્તાવના વિરોધમાં છે. આફ્રિકી દેશો સાથે સંબંધિત મુદ્દે ચર્ચા માટે બંધ રૂમમાં ચર્ચા બોલાવવામાં આવી છે. આ બધાને ચીને ભલામણ કરી છે કે કાશ્મીર પર ચર્ચા થવી જોઈએ. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા પરિષદના સભ્ય ફ્રાન્સે ચીનના આ પગલાંનો પુરજોશમાં વિરોધ કર્યો છે. 

આ VIDEO પણ જુઓ...

ફ્રાન્સીસી રાજનયિક સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સને UNSCના એક સભ્ય તરફથી ફરીથી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની ભલામણ મળી છે. આફ્રિકી દેશો સાથે ચર્ચા માટે બંધ બારણે બેઠક બોલાવી છે. ત્યારબાદ ચીને અન્ય વિષયના એજન્ડા હેઠળ કાશ્મીર મુદ્દા ઉપર પણ ચર્ચા માટે ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીતથી જ ઉકેલાવવો જોઈએ. આગળ પણ સુરક્ષા પરિષદમાં આ વલણને વારંવાર દોહરાવશે. 

અત્રે જણાવવાનું કે ગત મહિને જ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયાએ ચીનના કાશ્મીર મુદ્દે ચર્ચાના પગલાને ફગાવી દીધુ હતું. બંધ બારણે બેઠક સંપૂર્ણ રીતે અનૌપચારિક હોય છે. જેનો કોઈ રેકોર્ડ મેન્ટેઈન થતો નથી. નોંધનીય છે કે ચીન જમ્મુ અને કાશ્મીરના પુન:ગઠનનો વિરોધ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news